My Life is My Message ~ Mahatma Gandhi

P.P. Purani Shree Hariswarupdasji Swami

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અમદાવાદ

વિષયો :- ભજગોવિંદમ,વ્યસન મુક્તિ, વચનામૃત, કહત હૈ ગુણાતીત, જીવન શા માટે, અન્ન તેવું મન, મારી પાસે સમય નથી, જીવનનું લક્ષ્ય, જીવન એક સંગીત, પંચ વર્તમાન, વિદ્યાર્થી પંચલક્ષણમ જેવા ૧૦૦થી વધારે વિષયો પર વ્યાખ્યાનો આપ્યા છે.

પરિચય :- શાસ્રોના ઉદાહરણો દ્વારા આધુનિક વિષયોને ચરિતાર્થ કરતા પૂજ્ય સ્વામીજી રમુજ, ગમ્ભીર્યતા એવં ભાગવત તત્વથી પરિપૂર્ણ વ્યાખ્યાનો આપે છે. બાળકોથી માંડીને વડીલોના મનમાં વિષયની સમજૂતિ સ્પષ્ટ પણે સમજાવી શકે તેવું તેમનું પ્રસ્તુતિકરણ છે. બધાં જ ધર્મોને સારાંશભૂત વિષયોને દ્રઢતાથી પોતે સમજીને યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં સ્વામીજી માહીર છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીજીને લોકો ખૂબ સાંભળે છે ઉપરાંત કેટલાંય બિનસાંપ્રદાયિક લોકોએ, અન્ય ધર્મના લોકોએ તેમને સંભાળીને પોતાના જીવનને સુધાર્યા છે.

P. P. Shree Giribapu

શિવની કથાને શિવથી જીવ સુધી પહોંચાડનાર અને ઘરઘરમાં તેમજ બાળક-યુવાન અને વૃદ્ધોનાં મુખે ઓમ નમઃ શિવાયનાં નામરૂપી મંત્રને ગુંજતો કરનાર તથા મધુર શૈલી અને ભક્તિસભર વાણીનું બીજું નામ એટલે આપણા સૌના પ.પૂ.ગિરિબાપુ (સાવરકુંડલાવાળા)
ભગવાન શિવની અસીમ કૃપાથી અને માતાપિતાનાં આશીર્વાદથી પૂ.ગિરિબાપુની મધુર શૈલી શ્રોતાજનોના હૃદય અને આંખને સતત ભીની કરતી રહે છે.તેમના દ્વારા ભગવાન શિવજીનાં ચરિત્રોની છણાવટ એ ઉઘાડી આંખે સમાધિ લગાવી છે.
પ.પૂ.ગિરિબાપુનાં સરળ સ્વભાવ તેમજ હસમુખા ચેહરા વડે તે દરેક શ્રોતાને ભગવાન શિવ સાથે જોડે છે, તેમની નિખાલસ વાક્છટા શ્રોતાઓને સતત મુગ્ધતા અને આનંદ તરફ દોરી જાય છે. તેમની શિવકથાથી દરેક સમાજમાં ભગવાન શિવ પ્રત્યેની ભક્તિની શક્તિ જોવા મળે છે. કારણકે પૂ.બાપુ શિવની કથા કહે છે અને શિવનું બીજું નામ જ છે કલ્યાણ.

P.P. Shashtri Shree Hariprakashdasji Swami

મધુર શૈલી અને ભક્તિસભર વાણીનું બીજું નામ એટલે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા. પોતે કરેલા અભ્યાસ અને ભગવદ્દ ભક્તિના પ્રભાવે સ્વામીજી શ્રીમદ ભાગવત અને સત્સંગીજીવનની કથામાં ભગવદ ચરિત્રોમાં રોમાંચ પ્રગટ કરે છે.
ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીની અસીમ કૃપાથી સ્વામીજીની મધુર શૈલી શ્રોતાઓના હૃદયને સતત ભીના કરે છે. અને સાથે ચરિત્રોની છણાવટ એવી કે જાણે આંખો સામે જ બધું ઉજવાય રહ્યું છે , શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પોતાના સરળ અને નિખાલસ સ્વભાવની સાથે હસમુખા ચહેરા વડે ભગવદ્દ ભક્તોને સરળતાથી ભગવાનમાં જોડે છે અને ભક્તિની અલખ જગાડે છે. જે સ્વામી નું અદ્વિતીય જમા પાસુ છે

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates